– નર્મદા ડેમ હવે 69.25 % ભરાયો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં આજે ક્રમશઃ વધારો જોવા મળ્યો હતો.છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 11 સે.મીનો વધારો નોંધાયો છે.
નર્મદા ડેમની હાલની સપાટી 128.38 મીટરે પહોંચી છે.જોકે ડેમ મહત્તમ સપાટી 138.68 મીટર હજી ઘણી દૂર છે. ડેમમાં પાણીની આવક 263 ક્યુસેક નોંધાઈ છે જેની સામે નદીમાં પાણીની જાવક માત્ર 620 ક્યુસેક નોંધાઈ છે.જયારે કેનાલમાં પાણીની જાવક 1785 ક્યુસેક છે.ગ્રોસ સ્ટોરેજ 6550.81 MCM મિલિયન ઘન મીટર છે હાલ નર્મદા ડેમ 69.25 % ભરાયો છે.હજી પણ ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે




