ભાલોદ ટેકરા મસ્જિદ ખાતે MSC ગ્રુપ સિનોર અને અલી વાલે ગ્રુપ ભાલોદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

SHARE:

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ટેકરા મસ્જિદ ખાતે આજરોજ MSC ખિદમતે ખલ્ક ગ્રુપ સિનોર અને અલી વાલે ગ્રુપ ભાલોદ દ્વારા યુનિટી બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી માનવ સેવાના હેતુથી આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

આયોજિત રક્તદાન શિબિરમાં ભાલોદ,ટેકરા,રુંઢ,કસ્બા, તરસાલી,રોઠીદ્રા તેમજ આસપાસના ગામના નવયુવાનો મોટી સંખ્યામાં જોડાઈ રક્તદાન કર્યું હતું.

અલી વાલે ગ્રુપ ભાલોદ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ, ભાજપ આગેવાન વિક્રમસિંહ રાજ, સૈયદ મુન્ના બાપુ, સૈયદ સાજીદ બાપુ, તરસાલી ગામના આગેવાન સૈયદ અબ્દુલ કાદર બાપુ, માજી સરપંચ હુસેનભાઈ શેખ, કાદરભાઈ શેખ, રમેશભાઈ માછી, યુસુફભાઈ તેમજ ભાલોદ ટેકરાના આગેવાનો અને આસપાસના ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અલીવાલે ગ્રુપની સેવાકીય કામગીરીને બિરદાવી હતી.

અલી વાલે ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરમાં જોડાઈ રક્તદાન કરી માનવ સેવાના કાર્યમાં ભાગીદારી થવા બદલ તમામ નવયુવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!