સાગબારા વિસ્તાર માંથી ગેર કાયદેસર રીતે ચલાવવામાં આવતા બાયોડિઝલ પંપ સાથે એક ઈસમ ઝડપાયો

SHARE:

– ૨,૨૫,૦૦૦ કુલ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી નર્મદા પોલીસ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદાના સાગબારા પંથકમાં બાયોડિઝલ પંપ ગેર કાયદેસર રીતે ચલાવવામાં આવતા હોવાની ઘટના સામે આવી છે.આ ષડયંત્ર સાગબારા પોલીસે ઝડપી પાડી ગેર કાયદેસર રીતે ચલાવવામાં આવતાબાયોડિઝલ પંપ સાથે એક આરોપીને ઝડપી પાડી છે.

પો.સ.ઈ સી.ડી.પટેલની બાતમીને આધારે મોજે, સર્વે નં.૬૯ સાગબારા રોડ,નાના કાકડીઆંબા ગામની સીમ તા.સાગબારા ખાતે આવેલ દસ્તક બાયો ડ્રોપ ઈન ફયુલ મહાબલી એન્ટરપ્રાઈઝ ખાતે આરોપી હાર્દીકભાઈ રતિભાઈ હિરપરા હાલ રહે, દસ્તક બાયોડ્રોપ ઈન ફયુલ મહાબલી એન્ટર પ્રાઈઝની સાઈટ, સર્વે નં.૬૯, સાગબારા રોડ, નાના કાકડીઆંબા ગામની સીમ, તા.સાગબારા મુળ રહે, લિલીયા, તા.વિસાવદર જી.જુનાગઢ એગેરકાયદેસર પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા દસ્તક બાયો ડ્રોપ ઈન ફયુલ મહાબલી એન્ટરપ્રાઈઝની, સર્વે નં.૬૯ સાગબારા રોડ, નાના કાકડીઆંબા ગામની સીમખાતે મહાબલી એન્ટરપ્રાઈઝની સાઈટ ખાતે કન્નુમર (ડીઝલ) પંપની આડમાં શંકાસ્પદ પેટ્રોલીયમપદાર્થનો બે હજાર પાંચસો (૨૫૦૦) લીટર, જેની કિ.રૂ.૨,૨૫,૦૦૦ થાય છે.જે મુદ્દામાલ ગેરકાયદેસર રીતે વાહનોમાં ઈંઘણ તરીકે ભરવા સંગ્રહ કરી, સરકારના ધારા-ધોરણ મુજબ ના કોઈપણ પરવાના કે વાંધા પ્રમાણપત્રો નહિ મેળવી, સ્થાનિકે જવંલનશીલ પદાર્થ બાબતે ક્યો સેફટીના સાધનોની વ્યવસ્થા ન રાખી તથા માનવ જિંદગી જોખમાય તથા આમ જનતાની તંદુરસ્તીને નુકશાન થાય તે રીતે હવાનેતંદુરસ્તી માટે દુષિત થાય તે પ્રકારનું કૃત્ય કરી,આગ અથવા સગળી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારીભર્યુ આચરણ કરી, શંકાસ્પદ પેટ્રોલીયમ પદાર્થ વાહનોમાં ઈંધણ તરીકે ભરવા માટે સંગ્રહ કરતા હોય તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સાગબારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પોલીસે બાયોડિઝલ બે હજાર પાંચસો (૨૫૦૦) લીટર કિ.રૂ.૨,૨૫,૦૦૦ નો મુદ્દામાલ ઝડપી પોલીસે આરોપી હાર્દીકભાઈ રતિભાઈ હિરપરાની ધરપકડ કરી છે.જયારે હર્ષ કિશોરભાઈ છોડવાડિયા રહે, બી-૧,૫૦૨ શ્રૃષ્ટી રેસીડેન્સી, વી-૧ નજીક સાઈ આસ્થા રેસીડેન્સી સાયણ રોડ, સુરતને વોન્ટેડ જાહેર કર્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!