લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં મુખ્ય આરોપીની ધરપકડ કરતી અંકલેશ્વર પોલીસ

SHARE:

ભરૂચ,

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ લગ્નની લાલચ આપી મુંબઈની યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.આરોપીએ યુવતીને લગ્નનું વચન આપી શારીરિક શોષણ કર્યું હતું અને બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું બહાર આવ્યું છે.

વર્ષ 2023માં સુરતની એક મિત્ર થકી મુંબઈની 22 વર્ષીય યુવતી અંકલેશ્વર ના જીન ફળિયા ખાતે રહેતા યુસુફ મહેતાનો પરિચય માં આવી હતી.ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતી અંકલેશ્વર આવતી-જતી હતી અને યુસુફના પરિવારજનોને પણ મળી હતી તેમજ અહીં મહિના ઓ સુધી રોકાતી હતી.પ્રથમ વખત જીઆઈડીસી વિસ્તારની હોટલમાં રોકાયા બાદ બંને વચ્ચે શારીરિક સંબંધની શરૂઆત થઈ હતી અને ત્યાર બાદ બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા.યુસુફ મહેતા યુવતીને અંકલેશ્વરની અલગ-અલગ હોટલોમાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.જોકે જ્યારે પણ યુવતી લગ્નની વાત કરતી ત્યારે તે વાત ઉડાવી દેતો હતો.થોડા સમય પૂર્વે યુસુફ મહેતાએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા અને ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો અપલોડ કર્યા હતા.આ ફોટો જોતા જ યુવતી સામે યુસુફનો ભાંડો ફૂટી ગયો હતો.પ્રથમ વખત દુષ્કર્મ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં આચર્યું હોવાથી જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી યુસુફ મહેતાની ધરપકડ કરી છે.આ મામલે યુસુફ ઉપરાંત તેના પરિવારના 5 સભ્યો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આગળની તપાસ તેજ કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!