ડેડીયાપાડાના ચાર ગામોની સગર્ભા મહિલાઓનું સુરક્ષિત સ્થળાંતર

SHARE:

– ગરુડેશ્વર તાલુકાના 7 ગામોની સગર્ભા બહેનોને 108 નજીકના આરોગ્ય કેન્દ્રોમાં સુરક્ષિત સ્થળાંતર કરાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં જરૂરી પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ડેડીયાપાડા તાલુકાના નવાગામ, બાયડી, વાંદરી અને પીપલોદ ગામોની સગર્ભા બહેનોનું આરોગ્ય કર્મચારીઓના સંકલનથી સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સગર્ભા બહેનોને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની મદદથી નજીકના આરોગ્ય કેન્દ્રોમાં સલામત રીતે ખસેડવામાં આવી છે, જેથી ભારે વરસાદ અથવા પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો તેમને સમયસર અને નિરંતર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ શકે.એ ઉપરાંત ગરુડેશ્વર તાલુકાના ફૂલવાડી, ગરુડેશ્વર, સાંજરોલી, પાનતલાવડી, ધીરખાડી, અક્તેશ્વર અને જેતપુર ગામોની સગર્ભા બહેનોને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની મદદથી નજીકના આરોગ્ય કેન્દ્રોમાં સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા સંકલિત રીતે કામગીરી હાથધરી સગર્ભા મહિલાઓની સુરક્ષા અને આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરિયાત મુજબ આગળની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!