– વરસાદી પાણી ભરાતા સ્થાનિક યુવાનો દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરી રહ્યા હતા તે વેળા બની ઘટના
ભરૂચ,
અંકલેશ્વરના સંજય નગરમાં 15 વર્ષીય બાળકને કરંટ લાગતા સ્થાનિક યુવાને હિંમત અને પોતાની સૂઝબુઝ થી તેનો જીવ બચાવ્યો હતો. જોકે બાળકને હાથમા નાની ઈજા પહોંચી હતી.
ભરૂચ શહેર અને જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે.ત્યારે અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર 4 માં આવેલ સંજય નગર વિસ્તારમાં પણ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. જેના પગલે સ્થાનિક યુવાનો દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી પાણીમાં જઈ લોકોને ઘરે ઘરે પહોંચાડી રહ્યા હતા.આ દરમ્યાન 15 વર્ષીય બાળકને વીજ કરંટ લાગ્યો હતો. જેની જાણ યુવાનોને થતા તાત્કાલિક દોડી ગયા હતા અને સોયેબ ઝઘડીયાવાલા એ પોતાની હિંમત અને સૂઝબુઝથી ચાલુ વીજ વાયરને લાકડા વડે બાળકના હાથ માંથી છોડાવી તેનો જીવ બચાવી માનવતા મહેકાવી હતી. જોકે બાળકને હાથમા નાની ઈજા થવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ચોમાસાની સીઝન હોય ભરાવાના પણ બનાવો બનતા હોય છે.ત્યારે વીજ કંપની દ્વારા મેઈન થાંભલા પરથી ઘરોમાં આપવામાં આવતો વીજ પુરવઠા માટે ઉપયોગમાં લેવાતા વાયરો નીચે લટકતા ન રાખવા સાથે તૂટેલા વાયરને પણ સુરક્ષિત રાખે તે જરૂરી છે જેથી કરી આવા બનાવ બનતા અટકી શકે નહીંતર નિર્દોષ લોકો તેનો ભોગ ન બને અને જીવ ન ગુમાવે.




