ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી : નર્મદા કોર્ટની 7 વર્ષની સજા સામે ધારાસભ્યે હાઈકોર્ટમાં સજા સામે સ્ટેની અપીલ

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા કોર્ટના ચૂકાદા સામે ગુજરાત હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે.ફોરેસ્ટ ઓફિસર પર હુમલો કરવા અને હવામાં ફાયરિંગ કરવાના ઓક્ટોબર 2023ના ચકચારી કેસમાં સ્થાનિક કોર્ટે તેમને અને અન્ય 9 આરોપીઓને કુલ 7 વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટના આ કડક આદેશ બાદ ધારાસભ્ય પદ જોખમમાં મુકાતા ચૈતર વસાવાએ સજા પર સ્ટે મેળવવા માટે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે,જેના પર આગામી 5 ઓગસ્ટના રોજ મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે.

વનકર્મી પર હુમલાનો કેસ સમગ્ર ઘટનાની વિગતો મુજબ, નર્મદા જિલ્લામાં બનેલા આ ગંભીર કેસમાં ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 લોકો સામે IPCની કલમ 143, 353, 386 અને આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયા હતા. વન વિભાગના અધિકારીને ઘરે બોલાવીને મારપીટ કરવી,ધમકીઓ આપવી અને હવામાં ગોળીબાર કરવાના આ ગંભીર આરોપો સાબિત થતાં નર્મદા કોર્ટે તમામ દોષિતોને 7 વર્ષની સજા ફટકારી હતી.આ ન્યાયિક કાર્યવાહીના પગલે રાજકીય બેડામાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે.

અધિકારીઓ પર હુમલાના આ કેસમાં હાલમાં જ હાઈકોર્ટે શકુંતલા વસાવા સહિત અન્ય 5 આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ ઘટનામાં તેઓ મુખ્ય આરોપી ન હોતા.આમ છતાં મુખ્ય દોષિત ગણાયેલા ધારાસભ્ય ચૈતર વસાવા માટે હાઈકોર્ટ માંથી સજા પર સ્ટે મેળવવો અત્યંત અનિવાર્ય બન્યો છે, જેથી આગામી સમયમાં તેમની રાજકીય કારકિર્દીનું ભવિષ્ય નક્કી થઈ શકે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!