ભરૂચમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વિભાગ દ્વારા ગલેન્ડા ગામમા ખાદ્ય પેઢીઓની તપાસ કરાઈ

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં મદદનીશ કમિશ્નરની કચેરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.હાલમાં વરસાદની સિઝન હોવાથી ખાદ્ય ખોરાક ખાવાથી કોઈ રોગચાળો ન ફેલાય તેના તકેદારીના ભાગરૂપે વાગરા તાલુકામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ પહોંચી હતી.

આ તકે વાગરાના પખાજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગેલેંડા ગામમા જઈ ચાલુ જુલાઈ-૨૦૨૬ માસમા ફેલાયેલા પાણીજન્ય રોગચાળા અંતર્ગત ગલેન્ડા ગામમા આવેલ તમામ ખાદ્ય પેઢીઓની તપાસ કરી હતી.આ તપાસ દરમ્યાન ૧૧ પેઢીઓની તપાસ કરી હતી.તપાસ કરેલ પેઢીઓમાંથી કુલ ૧૭ ખાદ્ય ચીજના નમુના સરકારી પૃથ્થકરણ માટે લીધા હતા.આ ઉપરાંત કુલ-૪૩ કિલો અખાધ્યચીજ વસ્તુનો નાશ કર્યો હતો.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વેચાણ કરનાર તમામ વેપારીઓને સ્વચ્છતા જાળવવા તથા હાઈજેનીક કર્ડીશન જાળવવા તથા ખાધ્ય ચીજ વસ્તુઓ ઢાંકીને રાખવા સુચના આપવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!