PM-KUSUM યોજનાની અમલવારીમાં સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો સૌથી આગળ

SHARE:

– યોજનાનો લાભ લેતા 14,989 ખેડૂતો,હજારો આદિવાસી પરિવારોના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું છે

– રૂપિયા 618.41 કરોડના ખર્ચે 14,989 ઓફ-ગ્રીડ સોલાર પંપ ખેડૂતોને ફાળવવામાં આવ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

PM-KUSUM યોજનાની અમલવારીમાં સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો સૌથી અવ્વલ આવ્યો છે.આ યોજનાનો લાભ લેતા 14,989 ખેડૂતો,હજારો આદિવાસી પરિવારોના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું છે.

વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ભારત સરકારે શરૂ કરેલી પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના જે ઊર્જા સુરક્ષા, ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર ગ્રામ વિકાસને એકસાથે જોડતી રાષ્ટ્રીય પહેલ છે.આ યોજનાનો સાચો પ્રભાવ નર્મદા જિલ્લામાં જોવા મળ્યો છે,જ્યાં પીએમ-કુસુમ યોજનાએ ખાસ કરીને શૂલપાણેશ્વર અભયારણ્ય અને ઈકો-સેન્સિટિવ વિસ્તારમાં વસતા હજારો આદિવાસી પરિવારોના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન સર્જ્યું છે.

નર્મદા જિલ્લાના કુલ 2.81 લાખ હેક્ટર ભૌગોલિક વિસ્તાર પૈકી 1,05,800 હેક્ટર વિસ્તાર તો ડુંગરાળ અને જંગલોથી ઘેરાયેલો છે. ખાસ કરીને દેડિયાપાડા- સાગબારા તાલુકામાં વર્ષો સુધી ખેડૂતો માત્ર ચોમાસુ સિઝનમાં વરસાદ પર નિર્ભર રહી ખેતી કરતા હતા.કૃષિ માટે વીજળીના નેટવર્કનો અભાવ અને ઈકો-સેન્સિટિવ વિસ્તાર હોવાના કારણે નવા વીજ પુરવઠા માળખાના વિકાસ પર પણ મર્યાદાઓ હતી. ઘણા ખેડૂતો ડીઝલ પંપનો ઉપયોગ કરતા, પરંતુ ડીઝલનો વધતો ખર્ચ,જાળવણી અને દૂરના વિસ્તારોમાંથી ઈંધણ લાવવાની મુશ્કેલીઓ ખેતીને ખર્ચાળ બનાવતી હતી.

આ પરિસ્થિતિમાં PM-KUSUM-B હેઠળ ઓફ-ગ્રીડ સ્ટેન્ડઅલોન સોલાર પંપ ખેડૂતો માટે જીવન બદલનારી સુવિધા બની. હવે ખેડૂતોને વીજળીની રાહ જોવી પડતી નથી કે ડીઝલ માટે શહેર સુધી જવું પડતું નથી. સૂર્યપ્રકાશના આધારે દિવસ દરમિયાન સરળતાથી સિંચાઈ શક્ય બની છે.

PM-KUSUM યોજનાની અમલવારીમાં સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો સૌથી આગળ છે, જ્યાં 14,989 ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેનાથી હજારો આદિવાસી પરિવારોના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું છે.

ગુજરાતમાં સૌથી વધુ લાભાર્થી ધરાવતા નર્મદા જિલ્લામાં PM-KUSUM-B આદિવાસી વિકાસનું સફળ મોડેલ બની છે. અહીં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો અનોખો પ્રયાસ સફળ રહ્યો છે. ડુંગરાળ પ્રદેશ, જંગલ વિસ્તાર અને વરસાદ આધારિત ખેતી ધરાવતા દેશના અન્ય વિસ્તારો માટે નર્મદા જિલ્લાનો અનુભવ માર્ગદર્શક બની શકે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!