– વેન્ટિલેટર, ઓક્સિજન,ઈન્ફુઝન પંપ, સ્તનપાન રૂમ અને અન્ય સુવિધાઓ સાથે ફુલ ટાઈમ બાળરોગ નિષ્ણાત, સાથે તાલીમ પામેલ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહેશે
(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા ખાતે આવેલ અને છેલ્લા કેટલા દસકાઓથી ઝઘડિયા વાલિયા નેત્રંગ ડેડીયાપાડા જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા તાલુકાઓમાં સેવા રૂરલ દ્વારા સ્વાસ્થ્ય શિક્ષણ અને રોજગારી ને લગતા અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે.
ઝઘડિયા ખાતે સેવા રૂરલ હોસ્પિટલ કાર્યરત છે જે દિવસે ન દિવસે વધુ ટ્રસ્ટના દીર્ઘદ્રષ્ટિ ધરાવતા ટ્રસ્ટીઓ ઉપરાંત દાતાઓના સહયોગથી સુવિધા સભર બની રહી છે જેનો સીધો લાભ ગ્રામીણ વિસ્તારના દર્દીઓને ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગ ના દર્દીઓને મળી રહ્યો છે.આજરોજ ૮ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સેવા રૂરલ ઝઘડિયા ખાતે ૪૫ પથારીઓનું અદ્યતન નવજાત ઘનિષ્ટ સારવાર કેન્દ્રનું (neonatal intensive care unit) ઉદઘાટન કરવામાં આવ્યું હતું.આ કેન્દ્રના બાંધકામ અને સાધનો માટે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો.ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના ચેરમેન સ્વરૂપ પી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કલેકટર ભરૂચ,ડીડીઓ ભરૂચ અને અન્ય અધિકારીઓના હાજરીમાં કરવામાં આવ્યુ હતુ.આ નવજાત ઘનિષ્ટ સારવાર કેન્દ્રમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે,જેમાં વેન્ટિલેટર, ઓક્સિજન,ઈન્ફુઝન પંપ, સ્તનપાન રુમ અને અન્ય સુવિધાઓ છે.ફુલ ટાઈમ બાળરોગ નિષ્ણાત, સાથે તાલીમ પામેલ નર્સિંગ સ્ટાફ પણ છે. આ સારવાર કેન્દ્રના થકી વિસ્તારના નવજાત શિશુ મરણદર ઘટાડવામાં અગત્યનો ટેકો મળશે.




