– ભાજપાના આગેવાનોને જ સરકાર સામે ધરણા કરવાનો વારો કેમ આવ્યો : આદિવાસી સમાજમાં સરકાર સામે રોષ
– આદિવાસીઓને જંગલ ખાતા દ્વારા જંગલ જમીન ખેડવાનો પ્રશ્ન વધુ મોટો બન્યો : સાંસદની એક જ માંગ આદિવાસીઓને ન્યાય આપો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે આજે આદિવાસીઓ ધારણા પર બેઠા હતા.તેમના સમર્થનમાં તેમની સાથે આજે
વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવાને બદલે ખોપી ગામના ખેડૂતોને ખેતી ના કરવાનો મામલે સાંસદ સહિત ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ આદિવાસીઓના સમર્થનમાં આવ્યા હતા અને મુખ્યમંત્રી અને કલેક્ટરને પણ પત્ર લખી આનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.પરંતુ કોઈ ઉકેલ ન આવતા આજે વિશ્વ આદિવાસી દિવસે સાંસદ મનસુખ વસાવા અને નાદોજના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ ધારણા ઉપર બેસી ગયા હતા.
તેમણે જણાવ્યું હતું કેઆદિવાસી ઓને જંગલ ખાતા દ્વારા જંગલ જમીન ખેડવાનો પ્રશ્ન વધુ મોટો બનતો જાય છે. સરકાર સામે ઘણી રજૂઆત થઈ ચુકી છે.આજે વિશ્વ આદિવાસી દિવસે આદિવાસીઓ સરકાર વિરુદ્ધ ધરણા પર બેસવાનો વારો આવ્યો હતો.ત્યારે ભાજપના જ નેતાઓને સરકાર સામે આંદોલન કરવાની ફરજ પડે એવા દ્રશ્યો આદિવાસી દિવસે સરજાયા હતા.લોકોમાં સરકાર સામે નારાજી પણ જોવા મળી હતી ખાસ કરીને આદિવાસીઓમાં વિશેષ નારાજગી જોવા મળી હતી.સાંસદે સુરત જિલ્લા કલેકટરને લેટર લખી ધરણા પર બેસવાની વાત કરી હતી.સાંસદ મનસુખ વસાવાની એક જ માંગ હતી કે આદિવાસીઓને ન્યાય આપો.હવે એ જોઈ રહ્યું છે કે સરકાર આદિવાસી ના પ્રશ્ને કેવો નિર્ણય લેશે.




