દહેગામમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા : 13,030નો મુદ્દામાલ કબ્જે

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેગામ ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા 8 શખ્સોને કાવી પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા, મોબાઈલ સહિત કુલ 3,030નો મુદ્દામાલ કબજે કરી જુગારનો ગણનાપાત્ર કેસ નોંધ્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે દહેગામ ગામે કાવી રોડ પર સોહીલ ઈદ્રીશ મલેકની દુકાન સામે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા થઈ પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર રેડ કરતા જુગાર રમતા 8 શખ્સો ઝડપાઈ ગયા હતા.જેમાં અલીભાઈ ઉમર મલેક (ઉ.વ. 28), મુબારક યાકુબ અમીર મલેક (ઉ.વ. 30), સોહેલ મુસા દાદુ મલેક (ઉ.વ. 31), યુસુફ ઈકબાલ ચોકસી (ઉ.વ. 35), સલીમભાઈ યુસુફભાઈ મલેક (ઉ.વ. 45), શકિલ ઉસ્માન મલેક (ઉ.વ. 27), અસલમ ઇકબાલ મલેક (ઉ.વ. 28) અને સોહેલ ઈદ્રીશ મલેક (ઉ.વ. 29) નો સમાવેશ થાય છે.

તમામ જંબુસર તાલુકાના દહેગામ ના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.પોલીસે આરોપીઓ પાસેથી અંગઝડતીના 7,540, દાવ પરના 3,990, ત્રણ મોબાઈલ ફોન, પત્તા-પાના તથા પ્લાસ્ટિકનું પાથરણું સહિત કુલ 13,030નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ.ચૌધરી અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.એન.સોલંકીના માર્ગદર્શન હેઠળ જયદિપસિંહ ઉદેસંગભાઈ સહિત કાવી પોલીસ સ્ટાફની ટીમે હાથધરી હતી.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!