સાગબારાના ખેડૂતોના ધરણા ત્રીજા દિવસે ચાલુ રહ્યા : માણસો સાથે મૂંગા પશુઓ પણ હવે ધરણા પર

SHARE:

– આદિવાસીઓને ન્યાય નહિ મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સાગબારાના ખેડૂતોનો જંગલ જમીન નો મામલો ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યોહતો.સાગબારા તાલુકાના ખો પી ગામે ત્રીજા દિવસે પણ ખેડૂતોએ પોતાના ચાલુ રાખ્યા હતા.ગઈકાલે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખના ધારણા પછી ખેડૂતોમાં વધારે હિંમત આવી હતી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પોતાનું આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.ખેડૂતોના ધરણાના ત્રીજા દિવસે પણ આખી રાત ધારણા સ્થળ પર જ વીતાવી હતી ત્રીજા દિવસે પણ આખી રાત આદિવાસીઓ પોતાના હક માટે ધરણા પર બેસી રહ્યા હતા.સ્થાનિકો પોતાના ઢોર સાથે કરી ધરણા કરતા જોવા મળ્યા હતા.

મૂંગા પશુઓ પણ હવે ધરણા પર જોવા મળ્યા હતાં. ખેડૂતોનું કહેવું છે કે આજે આ પશુ ઓને પીવાના પાણી પણ નથી મળતું. આદિવાસીઓ ને ન્યાય નહિ મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી આપી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!