સાગબારાના ખોપી ગામે ચોથા દિવસે ખેડૂતોના સમર્થનમાં ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ ધરણા પર બેઠા

SHARE:

– ધારાસભ્યની સાથે અન્ય ભાજપના આગેવાનો પણ ધારણા પર બેઠા : ભાજપની સરકાર સામેજ ભાજપના આગેવાનોને ધારણા કરવાનો વારો આવ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સાગબારાના ખેડૂતોનો જંગલ જમીન નો મામલો ચોથા દિવસે પણ ચાલુ રહ્યોહતો.સાગબારા તાલુકાના ખોપી ગામે ચોથા દિવસે સાંસદ મનસુખ વસાવા હાલ દિલ્હી હોવાથો તેમના સમર્થનના નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ આગળ આવ્યા હતા.

આજે ખોપી ગામે પહોંચ્યા હતા.તેમની સાથે ભાજપાના આગેવાનો કમલેશ પટેલ, રાજુભાઈ વસાવા સહીત લીલાબેન વસાવા પણ ઘરણા પર બેઠાં હતાં.જોકે મહિલા આગેવાન લીલાબેન વસાવા 4 દિવસથી અન્ન જળનો ત્યાગ કરી ધરણા પર બેઠાં હોઈ લીલાબેન વસાવાને સમર્થન કરી મહિલાની હિમ્મત માટે દાદ આપી અભિનંદન આપ્યા હતા.અગાઉ સાંસદ મનસુખ વસાવા એ પણ ધારણા કર્યા હતા.જોકે ભાજપની સરકાર સામેજ ભાજપના આગેવાનોને ધારણા કરવાનો વારો આવ્યો હતો એ ચર્ચાનો વિષય બન્યો હતો.જોકે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતાં સાંસદ મનસુખ વસાવા ની આગેવાની હેઠળ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.સાંસદ મુખ્યમંત્રીને મળ્યા છે ત્યારે અમને આશા છે કે એનું નિરાકરણ આવશે એવી આશા વ્યક્ત કરી હતી.

ધારાસભ્ય દર્શનાબેને પણ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા સરકારની વિનંતી કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!