– રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા “Civic Sense Drive” અંતર્ગત સ્વચ્છતા અભિયાન
ભરૂચ,
ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા “Civic Sense Drive” અંતર્ગત સ્વચ્છતા અંગે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અભિયાન અંતર્ગત ભરૂચ નગરપાલિકાના આશરે 180 સફાઈ કામદાર બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સફાઈ કામદાર બહેનો શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.તેમના પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમ્યાન બહેનોને સ્વચ્છતા અને Civic Sense અંગેના નિયમો, જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવાની જવાબદારી, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન તેમજ ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે નાગરિકોની ભૂમિકા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ રોટરિયન વંદનાબેન શેટ્ટી, સેક્રેટરી રોટરિયન સંગીતાબેન ઝા તથા Civic Sense Driveના ચેરમેન રોટરિયન સુરભી તમાકુવાલા સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા,ઉપપ્રમુખ રચિતાબેન મોદી,ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ,સેનેટરી ચેરમેન જીગીશાબેન પટેલ,અન્ય ચેરમેનો,સેનેટરી વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં સફાઈ કામદાર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા “સ્વચ્છતા માત્ર સફાઈ કામદારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે” એવો સંદેશ આપવામાં આવ્યો હતો. જાહેર સ્થળોએ કચરો ન ફેંકવો, કચરો યોગ્ય જગ્યાએ નાખવો, સ્વચ્છતા જાળવવી અને અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા અંગે સૌને અપીલ કરવામાં આવી હતી.
રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા ભરૂચ શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ શહેર બનાવવાના હેતુથી ભવિષ્યમાં પણ આવા જનજાગૃતિના કાર્યક્રમો સતત યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.“સ્વચ્છ ભરૂચ – સુંદર ભરૂચ”ના સંદેશ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.




