રેસ્ટોરેન્ટોમાં તથા હોટલોમાં ચેકીંગ કરી ૩૪ કિલો પ્રતિબંધીત એનાલોગ પનીરના જથ્થાનો ભરૂચ ફુડ વિભાગે નાશ કર્યો

SHARE:

– ગુજરાતમાં પ્રતિબંધીત એનાલોગ પનીરને સરકારે પ્રતિબંધ ફરમાવતા ભરૂચમાં પડઘા પડયા

– એનાલોગ બનાવતી વિવિધ સામગ્રીઓમાં ચીઝ,પનીર સહિતની સામગ્રીઓનો ઉપયોગ કરતાં ભરૂચના હોટલ અને રેસ્ટોરેન્ટ સંચાલકો સામે ભરૂચ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી

ભરૂચ,

ગુજરાતમાં એનાલોગ પનીર ગુજરાતમાં વપરાતું હોય જે સ્વાસ્થ્ય માટે નુકશાન કારક હોવાના અહેવાલો બાદ સરકારે પણ એનાલોગ ધ્વારા તૈયાર થતી વિવિધ સામગ્રીઓ ઉપર પ્રતિબંધ ફરમાવતા ભરૂચમાં પણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રતિબંધીત પનીર, ચીઝ સહિતની સામગ્રીઓનો નાશ કરી હવે આ સામગ્રીઓને ન વાપરવા માટે પણ સુચના કરવા સાથે નોટીશો પણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અહેવાલો મળી રહ્યા છે.

ગુજરાત સરકાર ધ્વારા પનીરને ભેળતી ખાદ્યચીજ પનીર એનાલોગની તા.૦૬/૦૮/ર૦ર૬ના રોજથી તેનું ઉત્પાદન સમગ્ર, વેચાણ પરિવહન પર પ્રતિબંધ સરકાર ધ્વારા જાહેર કરાયો હોય જેના પગલે ભરૂચ જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ, ખોરાક અને અષોધ નિયમન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા સહીત નેશનલ હાઈવે ઉપર આવેલ વિવિધ હોટલો, રેસ્ટોરેન્ટો, ઢાબા, પિઝા રેસ્ટેરેન્ટો , હોલ સેલર વેપારીઓને ત્યાં ડ્રાઈવ રાખી તપાસ કરવામાં આવતા પ્રતિબંધીત પનીર એનાલોગનું વેચાણ અટકાવવાના ભાગરૂપે અધિકારીઓને તપાસમાં ૩૪ કિલો પ્રતિબંધીત એનાલોગ પનીર, ચીઝ સહિતની સામગ્રીઓ મળી આવતા અધિકારીઓએ તમામ પનીર અને એનાલોગ કંપનીના પ્રોડકટસનું નાશ કરી રેસ્ટોરેન્ટ સંચાલકોને ગ્રાહકોને સારી વાનગીઓ અને બ્રાન્ડેડ પનીર સહિતની સામગ્રીઓ વાપરવા માટે અનુરોધ કર્યો છે.ભરૂચ જિલ્લાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રતિબંધીત સામગ્રીઓનો ઉપયોગ કરનાર રેસ્ટોરેન્ટ સંચાલકો સામે સતત તપાસ કરવામાં આવી રહી હોય અને અશોક રાઠવા સહિતની ટીમ સતત ભરૂચ શહેર સહિત વિવિધ સ્થળોએ રેસ્ટોરેન્ટોમાં ચકાસણી કરી વિવિધ સામગ્રીઓ જેવી કે, પનીર, ચીઝ, છાસ સહિતની વિવિધ સામગ્રીઓનો નાશ કરી હોટલ સંચાલકોને સુચનો કરાયા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!