નર્મદા મહિલા પોલીસ કર્મચારીઓ માટે ત્રણ દિવસીય આરોગ્ય હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

SHARE:

– કેમ્પ દરમ્યાન 182 જેટલી મહિલા પોલીસ કર્મચારીઓના આરોગ્ય તપાસ કરાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત  GMERS જનરલ હોસ્પિટલ રાજપીપલા અને મુખ્ય જિલ્લા આરોગ્યની કચેરીના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લાના મહિલા પોલીસ કર્મચારીઓ માટે ત્રણ દિવસીય આરોગ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન GMERS રાજપીપલા ખાતે કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એડિશનલ જિલ્લા આરોગ્ય અધિકારી (ADHO) હેતલ ચૌધરીએ જણાવ્યું હતું કે તા.10થી 12 ઓગસ્ટ, 2026 દરમ્યાન યોજાયેલા આ કેમ્પમાં કુલ 182 મહિલા પોલીસ કર્મચારીઓનું આરોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.મહિલા કર્મચારીઓના આરોગ્યની નિયમિત તપાસ દ્વારા તેઓ સ્વસ્થ રહે તેમજ સમયસર આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું નિદાન થઈ શકે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ડી.વાય.એસ.પી પી આર.પટેલે જણાવ્યું હતું કે મહિલા પોલીસ કર્મચારીઓ સતત જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે.તેમના આરોગ્યનું જતન અને સમયાંતરે આરોગ્ય તપાસ થાય તે માટે આવા આરોગ્ય કેમ્પો અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

કેમ્પ દરમ્યાન પ્રાથમિક આરોગ્ય તપાસ, લેબોરેટરી ટેસ્ટ જેમ કે સિકલસેલ, RBC, CBC, વિટામિન B12 સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!