ભરૂચ,
સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન બ્રાંચ ભરૂચ ઝોન વડોદરા દ્વારા ૧૫ ઑગસ્ટ ૨૦૨૬ ને શનિવાર ના રોજ મુક્તિ પર્વ નિમિતે “નીલકંઠેશ્વર મહાદેવ મંદિર,ઝાડેશ્વર, ભરૂચ” સ્થાને મેઘા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ઉપલક્ષમાં જન જાગૃતિ અને બહોળા પ્રચાર માટે તા.૧૪.૦૮.૨૦૨૬ ને શુક્રવારના રોજ ભરૂચ શહેરમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૦ જેટલા બાઈક અને ૪૦ થી ૫૦ જેટલા સ્વયં સેવક બહેનો અને ભાઈઓએ ભાગ લીધો હતો.
સતગુરુ માતા સુદિક્ષાજી મહારાજનો સંદેશ રક્ત મનુષ્યની નાડીઓમાં વહે નાલીઓ માં નહીં ને સાર્થક કરવા મિશન ના અનુયાયીયો પ્રયાસ કરી રહ્યા છે.રેલી પાછળનો ઉદ્દેશ એજ છે કે સમાજમાં જાગૃતિ આવે અને દરેક માણસ પોતાનું રક્ત દાન કરી જરૂરિયાતમંદ માણસનું જીવન બચાવી શકે.
યુવાનોનો સંદેશ રક્તદાન સર્વોત્તમ,રક્તદાનની જાગૃતિ માનવતાની પ્રગતિ,બાઈક રેલીનો સંદેશ, રક્તદાનનો સંદેશ આ માનવતા ના મહાન કાર્યમાં સમાજના દરેક યુવાનો સહયોગ આપે એના બહોળા પ્રચાર માટે જ આજ રોજ bike રેલી નું આયોજન કરવા માં આવ્યું છે.
રેલી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર થી સ્ટાર્ટ કરી ઝાડેશ્વર ચોકડી થી તુલસીધામ થી મકતમપુર થી કસક થી શીતલ સર્કલ થી ABC ચોકડી થી કોલેજ રોડ થી ધર્મ નગર થી જ્યોતિ નગર થી ઝાડેશ્વર ચોકડીથી શ્રી નીલકંઠે મહાદેવ મંદિર ના પ્રાંગણ માં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
સર્વે સમાજ માટે આહવાન છે જે માનવતા ના આ મહાન કાર્ય માં ૧૫ ઑગસ્ટ મુક્તિ પર્વ માં યોજાનાર રક્તદાન શિબિરમાં પધારી રક્તદાન કરી સહભાગી બનવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું.જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા તથા આજુબાજુ ના ગામ થી મિશનના અનુયાયીઓ ભાગ લઈ રેલી સફળ બનાવી હતી.




