– કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષ ના નેતા તુષાર ચૌધરી, વાંસદા ધારાસભ્ય અન્નત પટેલ,પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવા અને સુખરામ રાઠવા સહિત કોંગ્રેસ આગેવાનો એ લીધી મુલાકાત
– ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં જંગલ જમીનના વિવાદનો પ્રશ્ન ઉઠાવવાની જાહેરાત
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ઉમરપાડા અને સાગબારાના ખેડૂતો જંગલ જમીન વિવાદચાલી રહ્યો છે.ખેડૂતોસાત દિવસથી ધરણા પર બેઠા છે.ત્યારે 7 દિવસ થી બેઠેલા ખેડૂતોની મુલાકાત એ કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષ ના નેતા તુષાર ચૌધરી,વાંસદા ધારાસભ્ય અન્નત પટેલ,પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવા અને સુખરામ રાઠવા સહિત કોંગ્રેસ આગેવાનોએ ખેડૂતોની મુલાકાત લીધી હતી.
તુષાર ચૌધરી એ કહ્યું હતું કે ભાજપ ના બંને નેતાઓની ઉપજ છે મુખ્યમંત્રીને રજુઆત કરી તો નિકાલ આવી જવો જોઈતો હતો ખેડૂતો એ ધરણા કરવાની જરૂર ના પડત.અને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર માં જંગલ જમીન ના વિવાદ નો પ્રશ્ન ઉઠાવવાની જાહેરાત કરી હતી.
જ્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે ભાજપના નેતાઓ નાટક કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ એ તો રાજીનામુ આપી દેવું જોઈએ.પોતાની જ સરકાર માં સાંસદ અને ધારાસભ્ય એ ધરણા પર બેસવું પડે શરમ ની વાત છે તેમને રાજીનામું આપી દેવું જોઈએ એવો આક્ષેપ પણ કર્યો હતો.જો મુખ્યમંત્રીને રજુઆત કરી હોય તો નિકાલ આવી જવો જોઈએ અત્યારસુધી શુ કામ રાહ જોવી પડે છે મુખ્યમંત્રીથી કશું ઉપજતું નથી તો નાટક કરવા માટે ધરણા પર બેઠા હતા તેમ લાગી રહ્યું છે
અન્નત પટેલે એ.સી.એફ.ગૌરવ લોઢાને ફોન કર્યો તો તેમને સરકારી જવાબ આપ્યો હતો.અહીં બેસીને નિરાકરણ લાવવા માટે અમે બેઠા છે તમે આવો તો કહ્યું સુરત છું આવતા 3 કલાક લાગશે.સાગબારાના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એવું લાગે છે.રાજકીય સ્ટંટ માટે ભાજપના નેતાઓ અહીંના ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે એમ જણાવી ભાજપા અને સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.




