– એક લાખનો દંડઅને દંડ ન ભરે નો વધુ ૬ માસની વધુ સાદી
કેદની સજા : નર્મદા પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચૂકાદો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
દારૂભરેલી ગાડી ને રોકતા બુટલેગરોએ નર્મદા પોલીસ જવાનો ઉપર ગાડી નાંખી જાનથી મારી નાખવાના પ્રયાસ ગુનામા ગુનેગાર ઠરતા બે આરોપીઓને નર્મદા પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ કોર્ટે આજીવન કેદની સજા અને એક લાખનો દંડઅને દંડ ન ભરે નો વધુ ૬ માસની વધુ સાદી કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બે આરોપીઓ દીપકભાઈ ઉર્ફે ડીમ્પલભાઈ રમેશભાઈ પટેલ અને અજભાઈ રોહીતભાઈ ધોળી એ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જાની ગાડી નંબર જીજે ૦૬ એચએસ ૬૨૦૫ માં ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂની હેરાફેરી કરવા સાગબારાથી અંકલેશ્વર તરફ જતાં દરમીયાન પોલીસે બાતમી આધારે આરોપીઓની ગાડી રોકવા પ્રયત્ન કરતાં આરોપીઓ પોતાની ગાડી ન રોકી નાસી ગયેલ જે ગાડીનો પોલીસે પીછો કરતા ગાડીને રોકવા માટે યુનીફોર્મ ધારી ફરીયાદી હે.કો.ગુલાબભાઈ જાતરભાઈ તથા જી.આર.ડી જવાન મહેશભાઈ કોટેસીંગભાઈ વસાવા અને જી.આર.ડી. જવાન ક્રિષ્નાભાઈ પ્રહલાદભાઈ વસાવાનાઓએ રોકવા ઈશારો કરતાં આ કામના આરોપીઓ પૈકી આરોપી દીપકભાઈ ઉર્ફે ડીમ્પલભાઈ રમેશભાઈ પટેલે પોતાના કબ્જામાંની ગાડી આરોપી અજભાઈ રોહીતભાઈ ધોળીની સહમતીથી ફરીયાદી હે.કો. ગુલાબભાઈ જાતરભાઈ તથા જી.આર.ડી જવાન મહેશભાઈ કોટેસીંગભાઈ વસાવા અને જી.આર.ડી જવાન ક્રિષ્નાભાઈ પ્રહલાદભાઈ વસાવાને મારી નાખવાના ઈરાદે સાહેદો ઉપર પોતાના કબ્જાનું વાહન નાંખતા જી.આર.ડી જવાન ક્રિષ્નાભાઈ પ્રહલાદભાઈ વસાવાનાઓને ટકકર મારી મોઢાના ભાગે ઈજા કરીગાડી ઉપર નાખી જાનથી મારી નાખવાની કોશીષ કરી ગુનો કરેલ.જે કેસ માં બન્ને આરોપીઓ (૧) દીપકભાઈ ઉર્ફે ડીમ્પલભાઈ રમેશભાઈ પટેલ રહે.માછીવાડ ચૌટા ફળીયું ઉમરસાડી તા.પારડી જી.વલસાડ (૨) અજભાઈ રોહીતભાઈ ધોળી રહે.સરઈ બંધાળ ફળીયા તા.ઉમરગામ જી.વલસાડનાઓને ઈ.પી.કો. કલમ ૩૦૭,૪૨૭,૧૧૪
મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ પ્રવીણકુમાર એચ પરમાર ની ધારદાર દલીલો નામ.અદાલતે ગ્રાહ્ય રાખી પ્રિન્સી સેસન્સ જજ એસ.વી.વ્યાસ સાહેબે આરોપીઓને તકસીરવાન ઠેરવી આરોપીઓને આજીવન સખ્ત કેદની સજા અને આરોપીને એક લાખનો દંડની સજા અને દંડ ન ભરે નો વધુ ૬ માસની વધુ સાદી કેદની સજા ફટકારેલ છે.




