ભરૂચ પાંચબત્તી ખાતેના નવનિર્માણ સર્કલની પાંચ ફાણસની લાઈટો જાળવણીના અભાવે ગુલ!

SHARE:

– પી પી સવાણી યુનિવર્સીટી દ્વારા સીએસઆર હેઠળ લાખો રૂપિયાના ખર્ચે સર્કલ બનાવતા ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું હતું 

– પાલિકાએ લગાવેલ ફાણસ જાળવણીના અભાવે બંધ હાલતમાં છતાં લાઈટ કમિટીને ચાલુ કરવાની કામગીરીમાં આળસ!

ભરૂચ,

ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર આવતા સર્કલો ની સીએસઆર હેઠળ વિવિધ કંપનીઓ દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યા છે.પરંતુ નવનિર્માણ પામેલ સર્કલ હાલ જાળવણીના અભાવે શોભાના ગાંઠિયા બની રહ્યા છે.જેમાં પાંચબત્તી ખાતેના સર્કલ પર મુકવામાં આવેલ ફાણસો બંધ થતા આકર્ષણમાં ઘટાડો કરી રહ્યા છે.ત્યારે પાલિકા દ્વારા ધ્યાન આપી મરામત કરાવે તે જરૂરી છે.

ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યો કરી રહ્યા છે. શહેરના માર્ગોને આઈકોનિક રોડ તરીકે જાહેર કરી સુશોભીત કરવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ શહેરની શોભા વધે તે માટે પાલિકા દ્વારા સીએસઆર હેઠળ વિવિધ કંપનીઓ દ્વારા સર્કલને નવનિર્મિત કરવામાં આવી રહ્યા છે.જેમાં શહેરના પ્રવેશદ્વાર એવા કસક સર્કલને જે બી કેમિકલ,સિફા સર્કલ અને કલેકટર કચેરી નજીકના સર્કલને કે પી ગૃપ દ્વારા, પાંચબત્તી સર્કલ ને પી પી સવાણી યુનિવર્સીટી દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

તો બીજી તરફ શક્તિનાથ સર્કલને બિલ્ડકોન એલએલપી અને બંબાખાના સર્કલને જીએફએલ કંપની દ્વારા બનાવવામાં આવી રહ્યું છે જેનું કામ હાલ પ્રગતિ પર છે.જેનું કામ આગામી દિવસોમાં પૂર્ણ થનાર છે.પરંતુ પાંચબત્તી ખાતે નિર્માણ પામેલ સર્કલને પી પી સવાણી યુનિવર્સીટી દ્વારા બનાવવામાં આવ્યું છે.જેમાં પાંચબત્તીની ઓળખ સમા પાંચ ફાણસ મુકવામાં આવ્યા હતા.પરંતુ જાળવણીના અભાવે એક પછી એક ફાણસની બત્તી ગુલ થતા હાલ ઓળખ ગુમાવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર,લાઈટ કમિટી અને પી પી સવાણી યુનિવર્સીટી દ્વારા સર્કલની જાળવણી કરવામાં આવે અને ફાણસોને ચાલુ કરવામાં આવે તો પાંચબત્તી સર્કલ પોતાની ઓળખ પુનઃ સ્થાપિત કરી શકે અને આગામી દિવસોમાં તહેવારોમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને. ત્યારે પાલિકા તંત્ર કયારે ફાણસોને ઝગમગતા કરે છે તે જોવું રહ્યું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!