– અજાણ્યા વાહનચાલકે ઓવર ટ્રેકીંગ ટ્રેક ઉપર લાવી કારને ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો
ભરૂચ,
આમોદ તાલુકાના માતર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલપ્લાઝા પાસે શનિવારે ગંભીર અકસ્માત સર્જાતા બે મહિલા સહિત ત્રણ લોકોનાં કરૂણ મોત નિપજ્યા હતા.જ્યારે એક પુરુષ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એક મુસ્લિમ પરિવાર પોતાની કાર લઈને મુંબઈથી બાયરોડ પોતાના વતન રવિયાણા ગામ તા.સરસ્વતી જી.પાટણ તરફ જતા હતા ત્યારે માતર ગામ નજીક કોઈ અજાણ્યા વાહનચાલકે ઓવર ટ્રેકીંગ ટ્રેક ઉપર લાવી કારને ટક્કર મારતા કારમાં સવાર ત્રણ લોકો નામે અબ્દુલ ઈબ્રાહિમ સમદ સુલિયા ઉ.વ.૫૨ સાયનાબેન જબ્બર મુમન ઉ.વ.૪૫
રાઈશાબેન અબ્દુલ સમદ સુલિયા ઉ.વ.૫૦ તમામ રહે.રવિયાણા તા.સરસ્વતી જી.પાટણ ઘટના સ્થળે જ મોત થયા હતા.જ્યારે જબ્બાર યાકુબ મુમન ઉં.વ.૫૦ ને છાતીના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેમને કરજણ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી.અકસ્માતમાં બે મહિલાઓ સહિત કુલ ત્રણ લોકોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.
અકસ્માતની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથધરી આગળની તપાસ હાથધરી હતી.અકસ્મતમાં મૃત્યુ પામેલા ત્રણેય મૃતદેહોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કરજણની હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે આમોદ પોલીસ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.



