– કરજણ ડાબાં અને જમણાં કાંઠા નેહરમાં પાણી છોડવવા બાબતે નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલે કાર્યપાલક ઈજનેરને પત્ર લખ્યો : કરજણ ડાબાં અને જમણાં કાંઠા નહેર ત્રણ માસ બંધ રહેવાની છે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ખેડૂતોની જીવાદોરી કહી શકાય એવી કરજણ ડાબાં અને જમણાં કાંઠા નહેરનું ત્રણ માસ માટે રીપેરીંગ કામ શરૂ થવા જઈ રહ્યું છે.ત્યારે ખેડૂત આગેવાન અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે.
ખાસ કરીને કેનાલ ત્રણ માસ માટે બંધ રાખવાના છે.ત્યારે હાલમાં ખેડૂતોના ચોમાસું પાક જેવા કે કપાસ, તુવેર, બાજરી, જુવાર, કેળ, શેરડી વિગેરે પાકોને વરસાદ ન પડવાના કારણે નુકશાન થાય છે જેથી હાલમાં નહેરનું રીપેરીંગ કામ ચાલુ ન થયેલ હોય માટે
તાત્કાલીક એક પાણી કરજણ ડાબાં અને જમણાં કાંઠા નહેરમાં છોડી આપો તો ખેડૂતોના પાકો બચી શકે માટે તાત્કાલીક પાણી છોડવાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.આ અંગે આ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને ઘનશ્યામ પટેલે પત્ર લખી રજૂઆત કરી છે.



