સાગબારા જંગલ જમીન ખેડાણનો પ્રશ્ન મુખ્યમંત્રી અમેરિકાથી પરત આવે પછી હલ થવાની શક્યતા

SHARE:

– મુખ્યમંત્રી પરત આવે પછી સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રીને ફરીથી મળશે : 12 માં દિવસે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સાગબારા જંગલ જમીન ખેડાણનો પ્રશ્ન મુખ્યમંત્રી અમેરિકાથી પરત આવે પછી હલ થવાની શક્યતા છે.મુખ્યમંત્રી પરત આવે પછી સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રીને ફરીથી મળશે.12 માં દિવસે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું. સાગબારા જંગલ જમીનના ધરણા પ્રદર્શનના 12 માં દિવસે પણ આદિવાસીઓ ની જંગલ જમીન નો કોઈ નિર્ણય ન આવતા સાંસદ મનસુખ વસાવા ખોપી ગામે ધરણા સ્થળે ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા હતા.

સાંસદે કહ્યું હવે આ જંગલ જમીન ના મુદ્દા નો ઉકેલ વહેલી તકે આવશે મુખ્યમંત્રી હાલ વિદેશ ગયા છે અને ત્યાંથી પરત આવે એટલે હું ફરી મળીશ.પણ ઉમરપાડાના લોકોને સમજાવવા પડશે.એના માટે હું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યો હતો એમને આખી વાત સમજાવી હતી અને 15 મી ઓગસ્ટ પછી આ પ્રશ્ન હાથ ધરવાના હતાં પણ પરંતુ મુખ્યમંત્રીને અમેરિકા જવાનુ થયું છે.મુખ્યમંત્રી. અમેરિકાથી પરત આવે પછી હું તાત્કાલિક હું એમની મુલાકાત લઈશ.

અનંત પટેલ કે તુષાર ચૌધરી જે વાતો કરે છે કે મનસુખભાઈનું સરકારમાં ઉપજતું નથી અને રાજીનામું આપવું જોઈએ એવા નિવેદનને બાલીસ જણાવ્યાં હતાં અને જવાબ પણ આપ્યો હતો કે મારાં રાજીનામાંથી ખેડૂતોનો પ્રશ્ન હલ થતો હોય તો હું રાજીનામુ આપવા તૈયાર છું એમ જણાવ્યું હતું.સાંસદ અનંત પટેલને ટોણો મારતા જણાવ્યું હતું કે અરે ભાઈ અહીં નેપાળ વાળી કરવા જાઓ તે ના ચાલે જવાબદાર બનો.દિલ્હીના લોકોનો કેવો વિરોધ પક્ષ હતો કે ધર્મેન્દ્રપ્રધાન નું રાજીનામું આપવું પડ્યું હતું.એવા વિરોધ અહીં કરો.જોકે મુખ્યમંત્રી આવે ત્યાં સુધી આપણે ધરણા લંબાવવા પડશે. પણ તુષાર ચૌધરી અને અનંત પટેલ જે વાત કરે છે તેમને પણ અહીં ઉપવાસ પર આવીને બેસવું જોઈએ જેથી ઉમરપાડા ના લોકો જે વિરોધ કરે છે તે ના કરે. સુરત જિલ્લા વહીવટી તંત્ર એ પણ સમજવું જોઈએ.અને તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ.જો કે સુરતનું જે તંત્ર છે તે ધ્યાને જ લેતું નથી તેમને નોંધ લેવી જોઈએ.સરકારે પણ નોંધ લેવી જોઈએ કેમકે લીલાબેને અન્ન અને જળનો ત્યાગ કર્યો છે તેને આજે બાર દિવસ થયા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!