– વિકાસલક્ષી કામોનું સમયબદ્ધ અને ગુણવત્તાસભર અમલીકરણ કરવા અમલીકરણ અધિકારીઓને અપાયું માર્ગદર્શન
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કામોને વધુ ઝડપી અને સુચારુ બનાવવાના ભાગરૂપે જિલ્લા આયોજન કચેરી હસ્તકના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) તથા આયોજનની વિવિધ યોજનાઓ હેઠળ હાથ ધરાયેલા કામો અંગે જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને અગત્યની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેએ યોજના સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે લાઈન ડિપાર્ટમેન્ટવાર કામોના આયોજન, હાલની પ્રગતિ તેમજ મંજૂર થયેલા કામોની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી.ચાલી રહેલા તમામ વિકાસકામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા, કામગીરીમાં ગુણવત્તાનું યોગ્ય ધોરણ જળવાઈ રહે અને પારદર્શક વહીવટ સુનિશ્ચિત થાય તે બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.આ બેઠકમાં જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ અને યોજના સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




