– રાજપીપળા કાછિયાવાડમાં વર્ષથી કૃષ્ણ લીલાઓનું નિદર્શન જોવાય લોક ટોળા ઉમટ્યા : મોડી સાંજે કૃષ્ણ લીલાઓ જોવા ન કરું તું રાજપીપળા કૃષ્ણમય ભક્તિમયબન્યું
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આજે જન્માષ્ટમી પર્વે કૃષ્ણ જન્મોત્સવ ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયું હતું. જેમાં નગરમાં નાની મોટી 100 થી વધુ ઝાંકી,મુવી ડેકોરેશન, કૃષ્ણની વિવિધ લીલાઓની ઝૂંપડીઓને લાઇટિંગ ડેકોરેશનથી શણગારવામાં આવી હતી.જેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલ કાછીયાવાડ વિસ્તારના લોકો ભગવાન શ્રીકૃષ્ણ ની અનેક લીલાઓની થીમ આબેહૂબ દર્શાવતા ભક્તો મોટી સંખ્યામાં જોવા ઊમટી રહ્યા છે.
કાછીયાવાડના રહેવાસીઓ દ્વારા આ વર્ષે અલગ-અલગ કલ્પનાઓ સાથે તૈયાર કરવામાં આવેલી ઝૂંપડીઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. માટી, વાંસ, ઘાસ સહિતની પરંપરાગત સામગ્રીનો ઉપયોગ કરીને ગ્રામ્ય જીવનની ઝલક રજૂ કરવામાં આવી છે.
ઝૂંપડીઓમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ, ગોકુળનું વાતાવરણ, ગાય-ગોપાલન તથા શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલા વિવિધ પ્રસંગોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. રંગબેરંગી રોશની અને સજાવટથી સમગ્ર વિસ્તાર જાણે નાનકડા ગોકુળમાં પરિવર્તિત થયો હોય તેવો માહોલ સર્જાયો છે.જયારે શ્રીકૃષ્ણ મીરેકલ હવેલી મા ગોકુલ મેળા ની થીમ બનાવી છે જ્યાં દર્શને આવનાર બાળકો ને મનગમતા રમકડાં ભેટ સ્વરૂપે અપાશે.પરંપરા અને આધુનિક સર્જનાત્મકતાના સમન્વયથી કાછીયાવાડની આ ઉજવણી રાજપીપળામાં જન્માષ્ટમીના પર્વને વિશિષ્ટ ઓળખ અપાવી રહી છે.



