(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા,અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બી.એડ કોલેજ રાજપીપલાના સંયુક્ત ઉપક્રમે આયોજિત બાળગીત અને બાળ કાવ્યો અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને બાળ કાવ્ય લેખન શિબિર તા.10/09/2026 ગુરુવારે 11 ક્લાકે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બી.એડ કોલેજ, હરસિધ્ધિ માતા મંદિર સામે રાજપીપલા ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે અંજનાબેન વસાવા, પ્રમુખ જિલ્લા પંચાયત નર્મદા તથા મુખ્ય મહેમાન તરીકે કિરણબેન પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી નર્મદા, નિશાંત દવે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી નર્મદા,મંજુલાબેન ચૌધરી, પ્રચાર્યા :જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, બી.એડ કોલેજ રાજપીપળા તથા આયોજક શ્રીમતી જ્યોતિ જગતાપ,પ્રમુખ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા તથા દીપક જગતાપ,મંત્રી અને ટ્રસ્ટી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા ઉપસ્થિત રહેશે.
બાળ સાહિત્યકાર કવિ ખોડાભાઈ પટેલ વિષય ગુજરાતી બાળ સાહિત્યમાં બાળગીત નું સ્વરૂપ, પરિભાષા અને વિકાસ અને બીજા બાળસાહિત્યકાર અને કવિ શ્રી મંગલ રાવળ દ્વારા બાળગીતમાં ભાષા, કલ્પના શક્તિ, બાળગીતના ગાન,વાચન અને રજૂઆતની શૈલી ઉપર વ્યાખ્યાન આપશે.અને બાળગીત, બાળ કાવ્યો લેખન અંગેની શિબિરમાં સમજ આપ્યા બાદ વિદ્યાર્થીઑને બાળ કાવ્યો ગીત લખવા સમય આપશે બાળ કાવ્યો લખવાની પ્રવૃત્તિ કરાવી માર્ગદર્શન આપશે.



