વિકાસના કાર્યોને ગતિ આપવા આમોદ નગરપાલિકાની સામાન્ય સભા યોજાતા ૯ કરોડના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરાશે

SHARE:

ભરૂચ,

આમોદ નગરના વિકાસ કાર્યોને ગતિ આપવાના હેતુથી આમોદ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.ખાસ સામાન્ય સભામાં શહેરના વિવિધ વિસ્તારોના વિકાસલક્ષી પ્રશ્નો તેમજ આગામી સમયમાં હાથ ધરાનારા કરોડો રૂપિયાના કામોને ઝડપી પૂર્ણ કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.આમોદ નગરપાલિકાના કુલ ૬ વોર્ડમાં ૨૪ સદસ્યોમાંથી કુલ ૨૧ સદસ્યો હાજર રહ્યા હતા.જ્યારે ભાજપના ૩ સદસ્યો ગેરહાજર રહ્યા હતા.સભામાં વિકાસકાર્યોને ઝડપથી આગળ વધારવા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.આમોદ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ જણાવ્યું હતું કે, સરકારના પરિપત્ર મુજબ વિકાસના કામોને ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.જેમાં અંદાજીત રૂપિયા ૯ કરોડના વિવિધ વિકાસલક્ષી કામો હાથ ધરવાના આયોજનમાં છે.

આમોદ પાલિકાના વોર્ડ નં.૧થી ૬ મુખ્ય માર્ગોના કામો ઉપરાંત ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ અને અન્ય પાયાની સુવિધાઓને લગતા કામોનો સમાવેશ થાય છે.આમોદના જુદા જુદા વિસ્તારોમાં રસ્તા,ગટર અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ વધુ સુદૃઢ બને અને નગરજનોને પડતી મુશ્કેલીઓનું વહેલી તકે નિરાકરણ આવે તે દિશામાં નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઈટ સહિતના પાયાના પ્રશ્નો લાંબા સમયથી નગરજનો માટે મુશ્કેલીરૂપ બન્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!