ભરૂચમાં બેંક કર્મચારીઓની હડતાળ : કાળા કપડાં પહેરી કર્મચારીઓએ સૂત્રોચાર કર્યા

SHARE:

ભરૂચ,

ભરૂચમાં આજે બેંક કર્મચારીઓની હડતાળના પગલે બેંકિંગ કામગીરીને અસર જોવા મળી હતી.વિવિધ પડતર માંગણીઓને લઈને બેંક કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભરૂચના સ્ટેશન રોડ સ્થિત બેંક ઓફ બરોડા ખાતે બેંક કર્મચારીઓ કાળા કપડાં પહેરી એકત્ર થયા હતા.કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈને સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.બેંકિંગ ક્ષેત્રમાં 5-ડે બેંકિંગ સહિતની વિવિધ માંગણીઓને લઈને કર્મચારીઓ દ્વારા હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેશન રોડ ખાતે કર્મચારીઓએ એકસાથે મળી પોતાની માંગણીઓના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. હડતાળના કારણે બેંકની કાઉન્ટર સેવાઓ અને રોજિંદી કામગીરી પર અસર જોવા મળી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!