પંચમહાલ કલેક્ટર અજય દહિયાની લીલેસરા ગામે મુલાકાત : ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરક આહ્વાન

SHARE:

(ગણપત મકવાણા, પંચમહાલ)

પંચમહાલ જિલ્લામાં જમીન, પાણી અને પર્યાવરણના રક્ષણ અર્થે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના શુભ આશયથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત કલેક્ટર અજય દહિયા દ્વારા ગોધરા તાલુકાના લીલેસરા ગામે આવેલા પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની સાહજિક મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમ્યાન કલેક્ટરએ લીલેસરા ગામના પ્રગતિશીલ ખેડૂત શંકરભાઈ જગુભાઈ વસાવાના મોડેલ ફાર્મનું પંચનામું કરી નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં અપનાવવામાં આવેલી પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી.ફાર્મ મુલાકાત બાદ આયોજિત વાર્તાલાપમાં કલેક્ટરએ ઉપસ્થિત ગ્રામજનો અને ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા વપરાશથી જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.વધુમાં તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન અને પર્યાવરણને બચાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન ‘આત્મા પ્રોજેક્ટ’ (ATMA) અને ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ, પંચમહાલ’ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. મુલાકાત વેળાએ કૃષિ વિભાગના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!