પર્યાવરણની રક્ષા સાથે કલાનું ઉત્તમ ઉદાહરણ : ભરૂચના શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા પક્ષીઓના પીંછા માંથી તૈયાર કરાઈ ગણેશ પ્રતિમા

SHARE:

ભરૂચ,

ભરૂચના શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી ઈકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા તૈયાર કરી પર્યાવરણની સુરક્ષા સાથે કલાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.જે આ વર્ષે વિવિધ પક્ષીઓના પીંછા માંથી સાડા નવ ફૂટની ઈકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા તૈયાર કરી છે.

જુના ભરૂચમાં આવેલ શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા પરંપરાગત ઉત્સવમાં પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપવામાં આવી રહ્યો છે.મંડળ દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી અવનવી વિવિધ થીમ આધારિત ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરી રહ્યું છે.જે અંતર્ગત આ વર્ષે પણ યુવાનોની ટીમ દ્વારા અનોખી કલા કારીગરી જોવા મળી રહી છે.પ્રતિમાની ભવ્ય કૃતિ તૈયાર કરવા માટે મંડળના યુવાનોની જુદી જુદી ટીમો બનાવીને છેલ્લા એક મહિનાથી અથાક મહેનત કરી વિવિધ પક્ષીઓના પીંછાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા.જેમાં મોર, ઢેલ, કાગડો, કબૂતર અને બગલો સહિતના વિવિધ પક્ષીઓના કુદરતી રીતે ખરી ગયેલા પીંછાઓ,વાંસની પટ્ટીઓ અને કાગળનો ઉપયોગ કરીને અત્યંત આકર્ષક અને આઠ હજારના ઓછા ખર્ચે ગણેશજીની 9 થી 10 ફૂટ ઉંચી પ્રતિમાનું અદ્ભુત સર્જન કરવામાં આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.સાથે જ અન્ય ગણેશ મંડળો માટે પર્યાવરણની સુરક્ષા તેમજ કલાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!