દેડિયાપાડાના મોસ્કુટ આશ્રમ શાળામાં 11 જેટલા બાળકોની સામુહિક ધુણવાની ઘટના : સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોચ્યો

SHARE:

– બાળકો ધુણવા લાગતા શિક્ષકોમાં દોડધામ મચતા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી

– બાળકોને દેડિયાપાડાથી વધુ તપાસ માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદાના દેડિયાપાડાના મહાત્મા ગાંધી આશ્રમશાળા,મોસ્કુટમાં એકી સાથે 11 બાળકો ધુણતા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.નર્મદાના ઈતિહાસમાં પહેલીવાર બનેલી ઘટના અને શિક્ષણ જગતમાં ચોકાવનારી આ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 9 મી સપ્ટેમ્બર ના રોજ 10 દીવસ પહેલા બનેલી ઘટનાનો વિડિઓ વાયરલ થયાં બાદ તેના ખુલાસાઓ સામે આવતા આ મુદ્દો વિવાદ અને ચર્ચાનો વિષય બન્યો છે આ આશ્રમ શાળામાં એક પછી એક 11 જેટલા બાળકો અચાનક ધુણવા લાગ્યા હતા.ત્યારે શિક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. શાળાના આચાર્યએ 108 ને બોલવાઈ હતી.વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી ત્રણ ત્રણ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.બાળકોને દેડિયાપાડા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતાં. ત્યાંથી વધુ તપાસ માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરાઈ હતી જોકે બાળકોને ઝાડા-ઉલ્ટી કે પેટમાં દુઃખાવાની ફરિયાદ ન હોતી.તબીબી તપાસમાં પણ ફૂડ પોઈઝનિંગના કોઈ લક્ષણો જણાયા ન હોતા.

તાલુકા હેલ્થ ઓફિસરના જણાવ્યા અનુસાર ધુણવાની ઘટના પાછળ માનસિક કારણ હોવાની શક્યતા જણાવાઈ હતી.

જોકે સમગ્ર ઘટનાને લઈને શિક્ષકો વચ્ચેનો આંતરિક વિખવાદ પણ ચર્ચામાં આવ્યો છે.ખાસ કરીને બાળકોના શિક્ષણને લઈને ગ્રામજનોમાં ચિંતાનો વિષય બન્યો છે.શિક્ષકોના વિવાદને કારણે બાળકોના શિક્ષણ પર અસર ન થાય તે અંગે ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે.

જોકે આ ઘટના 9 તારીખે બની હતી જેના ખુલાસા આજે કરવામાં આવી રહ્યા છે હવે સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોચ્યો છે.ખાસ કરીને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના બાળકોના શારીરિક અને માનસિક આરોગ્યની તપાસ અને કાઉન્સિલન વરસમાં એકવાર મેડિકલ ચેકઅપ થવું જોઈએ એવી પણ માંગ ઉઠી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!