ભરૂચના જુના તવરા ગામની સુરક્ષાને લઈને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયું

SHARE:

ભરૂચ,

ભરૂચના જુના તવરા ગામે 8 લાખથી વધુના ખર્ચે ગામમાં 28 જેટલા સીસીટીવી કેમેરા મૂકી સજ્જ કરવામાં આવ્યું હતું.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામમાં હાલ નવા ભરૂચનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ગામના મુખ્ય માર્ગ ઉપર મોટી મોટી ઈમારતો અને મોટી સીસાયટીઓ આવી છે ત્યારે આવિ પરિસ્થિતિની અંદર જુના તવરા ગામમાં પણ ગામની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જુના તવરા ગ્રામ પંચાયત સરપંચ જાગૃતિ પરમાર,ડેપ્યુટી સરપંચ અને ગામ પંચાયત વોર્ડ સભ્યોના અથાગ પ્રયાસોથી ગામમાં મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે જેથી આવનાર સમયમાં જૂના તવરા ગામમાં કોઈ મોટી દુર્ઘટના કે સમસ્યા ઘટે તો સીસીટીવી કેમેરાની મદદથી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરળતા રહે અને તેનો ઉકેલ આવે તેવા ઉંદા પ્રયાસોથી ગામમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે છે.

ગામ પંચાયત દ્વારા સતત ગામની ચિંતા કરી ગામના વિકાસના કામો અને ગામના લોકોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવેલ પ્રયાસ સરાહનીય છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!