– ખોપી ગામે આદિવાસી આગેવાન લીલા વસાવા સહિત ખેડૂતો સાથે વનકર્મીઓ સાથે ઘર્ષણ : જો માંગ નહિ સ્વીકારાય તો હવે ઉગ્ર આંદોલન કરશે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સાગબારા જંગલ જમીન વિવાદ ફરી એકવાર વકર્યો છે.સાગબારા જંગલ જમીન વિવાદ મામલે ખેડૂતોની મુખ્યમંત્રીને આખરી રજૂઆત કરતા ચકચાર મચી જવા પામી છે.સાગબારા તાલુકાના ખોપી સહિત આસપાસના આદિવાસી ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયોછે.પત્રમાં ખેડૂતોને તાત્કાલિક ખેતી કરવા દેવા અને વન વિભાગ દ્વારા કરાતી રોક દૂર કરવાની માંગકરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 25 દિવસના શાંતિપૂર્ણ ધરણા અને ઉપવાસ બાદ ખેડૂતોને પારણા કરાવાયા હતા.સરકારે 90 દિવસમાં ખેતરોની સનદ આપવાની ખાતરી આપી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.જોકે આજે ખેતી કરવા જતા ખેડૂતોને વન વિભાગ દ્વારા ફરી રોકવામાં આવતા ઘર્ષણ સરજાયું હતું.ખેડૂતોના જણાવ્યા અનુસાર 2025નો પાક બગડી ગયો અને 2026ની ખેતી પણ ન થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની રજૂઆત કરી છે.આજે ખોપી ગામે આદિવાસી આગેવાન લીલા વસાવા સહિત ખેડૂતો સાથે વનકર્મી ઓ સાથે ઘર્ષણ સરજાયું હતું.વનકર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સરજાયા હતાં.વનવિભાગ દ્વારા ફરી ખેડૂતો ને ખેડાણ કરતા રોકવામાં આવતા ઘર્ષણ સરજાયું હતું.હવે આ અંતિમ પત્ર લખી ખેડૂતો એ સરકારને ચેતવણી આપી છે.
જો માંગ નહિ સ્વીકારાય તો હવે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપાઈ છે. જો કે સરકારે ત્રણ મહિનાની મુદત આપી છે પરંતુ હવે ખેડૂતો રાહ જોવા તૈયાર નથી.ગયા વર્ષનો પાક નિષ્ફળ ગયો છે અને આ વર્ષેખેડાણ કરવા દીધું નથી.ત્યારે ખેડૂતોને ભૂખે મરવાનો વારો આવે એવી હાલત છે.ત્યારે સરકાર સરકાર સત્વરે નિર્ણય લે એવી ખેડૂતોની માંગ છે.




