ડેડીયાપાડાના કુનબાર ઈકો ટુરિઝમ નજીક કૂવામાં દીપડો ખાબક્યો

SHARE:

– ઈકો ટુરિઝમથી માત્ર ૧૦૦ મીટરના અંતરે ખેતરના કૂવામાં પડ્યો દીપડો

– વનવિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને સલામત બહાર કાઢ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ડેડીયાપાડાના કુનબાર ઈકો ટુરિઝમ નજીક કૂવામાં દીપડો પડી જતા દોડધામ મચી જવા પામી હતી.ઈકો ટુરિઝમથી માત્ર ૧૦૦ મીટરના અંતરે ખેતરના કૂવામાં દીપડો. પડ્યો હતો.

આ અંગે ખેડૂતે વન વિભાગને જાણ કરતાં ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.જોકે વનવિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને સલામત બહાર કાઢ્યો હતો.જોકે રેસ્ક્યુ બાદ દીપડાને પાંજરામાં પૂર્યો હતો.દીપડાની તબીબી તપાસ બાદ વનવિભાગે આગળની કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!