બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી રાજપીપળાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

SHARE:

– ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ વિદ્યાશાખાના ૪૭ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા

– વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધીમાં સ્નાતકની પદવી મેળવનાર ૬૬૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહ રાજપીપલા ખાતે યોજાયો હતો. જેમાં વિદ્યાશાખાના ૪૭ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા હતા અને વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધીમાં સ્નાતકની પદવી મેળવનાર ૬૬૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાયા હતા.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહમાં બિરસા મુંડા યુનિવર્સિટીના વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધીના વિવિધ વિદ્યાશાખાના કુલ-૬૬૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાંઆવ્યા હતાં.તે પૈકી શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કુલ-૪૭ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી (રાજ્ય કક્ષા) પી.સી.બરંડા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનાં મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ મનસુખભાઈ વસાવા તથા મુકેશભાઈ રાઠવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશઓ અને કુલસચિવઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને પોતાના ગામમાં એકપણ બાળક અશિક્ષિત ન રહે તેવો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રીએ પદવી મેળવનાર સ્નાતકોને શુભેચ્છાઓ પાઠવી ⁠વિદ્યાર્થીઓને રાષ્ટ્ર સેવામાં યોગદાન આપવા મંત્રી નરેશ પટેલે અપીલ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!