– નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારે કોબ્રા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું
ભરૂચ,
આમોદના પુરસા રોડ પર આવેલી નવી નગરીમાં ઘરના બેઠક રૂમમાં પરિવારજનો નિરાંતે બેઠા હતા.ત્યારે અચાનક છત ઉપરથી આશરે ચાર ફૂટ લાંબો અત્યંત ઝેરી પ્રજાતિનો કોબ્રા સાપ સીધો ઘરની અંદર પટકાયો હતો. આંખ સામે ઝેરી કોબ્રા સાપ દેખાતા પરિવારજનોના શ્વાસ અધ્ધર થઈ ગયા અને ઘરમાં બૂમાબૂમ મચી ગઈ હતી.સમયસૂચકતા દાખવીને નેચર સેવિંગ્સ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કર્યો હતો.જે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેમની રેસ્ક્યુ ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સતત ફુંફાડા મારતા અત્યંત ઝેરી પ્રજાતિના કોબ્રા સાપને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યો હતો.સાપ પકડાતા પરિવારજનો અને સ્થાનિક રહિશોએ રાહતનો શ્વાસ લીધો હતો.આ રોમાંચક રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા.કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.



