ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ : ૨૨ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય સમારોહ

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન આગામી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવનાર છે.જેની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે.

વર્ષ ૧૯૫૪માં નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત થયા બાદ પ્રથમ વખત નવી દિલ્હી બહાર આ પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન વિશ્વ પ્રવાસન સ્થળ એકતાનગર ખાતે કરવામાં આવી રહ્યું છે. ત્યારે સમારોહની પ્રોટોકોલ સાથે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

રાષ્ટ્રપતિના પ્રોટોકોલને અનુરૂપ જરૂરી વ્યવસ્થાઓ, પુરસ્કાર વિજેતાઓ તથા આમંત્રિત મહાનુભાવોની વ્યવસ્થા, વીવીઆઈપી માટેની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, પરિવહન વ્યવસ્થા તેમજ કાર્યક્રમના સુચારુ અને સફળ આયોજન માટે જરૂરી વિવિધ પાસાઓ અંગે વિગતવાર ચર્ચા અને સમીક્ષા કર્યા બાદ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

નર્મદા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓએ જણાવ્યું છે કે અમારા માટે ગૌરવની વાત છે કે આ ફિલ્મ એવોર્ડ સમારોહ એકતાનગર ખાતે ઉજવાઈ રહ્યો છે.એનાથી પ્રવાસનને વેગ મળશે.72 મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ હસ્તે એવોર્ડ આપવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!