ભરૂચ જીલ્લા ભાજપના નવા જીલ્લા પ્રમુખ તરીકે પરેશ લાડની વરણી થતા સમર્થકો અને પરિવારજનોમાં ખુશી

SHARE:

– સંતોષી માતાના દર્શન કરી નવી જવાબદારી સ્વીકારી સંગઠને મજબૂત કરવાની આપી બાહેંધરી 

ભરૂચ,

ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફારોના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપના નેતૃત્વમાં બદલાવ કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠનાત્મક ફેરબદલ અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પરેશ લાડની તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવતા સમર્થકોમાં ખુશી જોવા મળી હતી.

આ પહેલા વર્તમાન જિલ્લા પ્રમુખ પ્રકાશ નરહરીલાલ મોદીને પ્રદેશકક્ષાએ બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ભાજપ પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પત્ર મુજબ આ ફેરફાર કરાયો છે.ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનલક્ષી કરેલ ફેરફારોના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા પરેશ લાડની નિમણુંક કરવા સાથે વર્તમાન જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને પ્રદેશ કક્ષાએ બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.આગામી વિધાન સભા ની ચૂંટણી ને ઘ્યાને રાખી ભાજપ દ્વારા કરાયેલ ફેરફાર અંતર્ગત પરેશ લાડ ને જીલ્લા પ્રમુખ ની જવાબદારી સોપવામાં આવી છે.પરેશ લાડ ની પ્રમુખ તરીકે નિમણુંક થતા જ઼ તેઓના સમર્થકો ખુશી ઝૂમી ઉઠ્યા હતા. આતશ બાજી સાથે હારતોળાં કરી અભિનંદન સાથે શુભેચ્છા રૂપી વર્ષા કરી હતી.પરેશ લાડે સંતોષી માતાના મંદિરે દર્શન કરી તેઓની નવી જવાબદારી બદલ આભાર વ્યક્ત કરવા સાથે સૌને સાથે લઈ ચાલવાની ખાત્રી આપી સંગઠન મજબૂત કરવાની વાત કરી હતી.આ પ્રસંગે સમર્થકોમાં ખુશી જોવા મળતા ફટાકડા ફોડી, ફુલહાર કરી મોઢું મીઠુ કરવામાં આવ્યું હતું.ભરૂચ અને દક્ષિણ ગુજરાતના રાજકીય વર્તુળોમાં આ નિર્ણયથી ભારે ચર્ચા જાગી છે.પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા બાદ પ્રદેશ બક્ષીપંચ મોરચાની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે.પૂર્વ પ્રમુખ પ્રકાશ મોદીને સંગઠનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જેવું પદ સોંપીને તેમની રાજકીય અનુભવી સેવાઓનો લાભ સમગ્ર રાજ્ય સ્તરે લેવાનો સંકેત પક્ષ દ્વારા અપાયો છે.રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, આગામી ચૂંટણીઓ અને સંગઠનની આંતરિક સમીક્ષા બાદ પક્ષમાં નવી ઊર્જા અને સંતુલન જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પરેશ લાડની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થતાં સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે,જ્યારે પ્રકાશ મોદીને પ્રદેશ કક્ષાએ મોટું પદ આપીને સંગઠન દ્વારા તેમનું કદ જાળવી રખાયું હોવાની ચર્ચા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!