નેત્રંગ વીજ કંપનીના કર્મચારીની બઢતી સાથે બદલી : ભવ્ય વિદાય સમારંભ યોજાયો

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL)ની નેત્રંગ કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીની બઢતી સાથે બદલી થતા તા. ૨૧ના રોજ કચેરી ખાતે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો.

વર્ષ ૨૦૧૬માં શરૂ થયેલી નેત્રંગ કચેરીમાં છેલ્લા ૧૦ વર્ષથી આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવતા અશોકભાઈ તણસીભાઈ તડવીની તાજેતરમાં લાઇનમેન તરીકે બઢતી સાથે ઝઘડિયા ખાતે બદલી થઈ છે.

તેમની બદલી થતા નેત્રંગ વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા તા. ૨૧ના રોજ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ અને નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ઉપપ્રમુખ મનસુખભાઈ વસાવા તેમજ ચાસવડ વિભાગના ખેડૂત અગ્રણી અને ચાસવડ ડેરીના કમિટી સભ્ય મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સહકર્મચારીઓ અને આગેવાનોએ અશોકભાઈને શાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. આ તકે અશોકભાઈ તડવીએ નેત્રંગ કચેરી ખાતે આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ દરમિયાન સહકર્મચારીઓ, ખેડૂતમિત્રો અને આમ જનતાએ આપેલા સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!