જંબુસરમાં ખાનપુરી ભાગોળ પાસે ગંભીર અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર શહેરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં બેંક ઓફ બરોડા નજીક ટેમ્પો અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર શ્વેતાબેન સંજયસિંહ રાજ (ઉંમર આશરે 32 વર્ષ), રહે. કાવા, ડેલાવાળું ફળિયું આંગણવાડી વર્કર જેઓ કાવા ગામે ફરજ બજાવે છે.જેઓને ટેમ્પાના પેંડુ માથાના ભાગે ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું.અકસ્મતાની ઘટના બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.જેના પગલે માર્ગ પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.પોલીસે મૃતદેહને જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સમગ્ર મામલે જંબુસર પોલીસે વધુ તપાસ હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!