ભરૂચ શહેરમાં બે અલગ અલગ જગ્યાએ ચોરીની ઘટનાથી ચકચાર

SHARE:

– એ ડિવિઝન મથકના મલેકવાડ વિસ્તાર તો બી ડિવિઝન મથકની પાછળના ભાગે મકાનોમાં ચોરી 

– ચાંદીના દાગીના અને રોકડની ચોરીના બનાવથી પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ 

ભરૂચ,

ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા મલેકવાડ તો બી ડિવિઝન પોલીસ મથકના પાછળના ભાગે મકાનમાં ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ માણેકવાડમાં રહેતા ઈમરાનભાઈ પરિવાર સાથે સાસરીમાં ગયા હતા.રાત્રિના આશરે દોઢ વાગ્યાના સુમારે તેઓ પરત ફર્યા ત્યારે તેમના ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. જેથી પરિવારના સભ્યને ધાબા પરથી બારી મારફતે નીચે ઉતારી બારી ખોલવામાં આવી હતી.બારી ખોલીને ઘરમાં પ્રવેશ કરતાં ઘરનો સામાન અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. ઘરમાં ચોરી થઈ હોવાનું જણાતાં ઇમરાનભાઈએ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

તો બીજી તરફ બી ડિવિઝન પોલીસ ચોકીની પાછળ આવેલા વિસ્તારમાં પણ ચોરીની ઘટના બન્યાની માહિતી સામે આવી છે. જેમાં અમીન મલેકના મકાનમાં ચોરોએ નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હોવાનો આક્ષેપ છે.વેજલપુર-કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં ગાયત્રી મંદિર નજીક આવેલી ચાલના એક મકાન ને નિશાન બનાવી અંદાજે 25 તોલા ચાંદીના દાગીના તથા 25 હજાર રોકડ સહિતનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું જણાવાયું છે.

મકાન માલિકના જણાવ્યા મુજબ ચોરી દરમ્યાન તેમને કોઈ સ્પ્રેનો ઉપયોગ કરી બેભાન કરી દેવાયા હોવાની પણ આશંકા છે. જોકે આ અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

ચોરીની ઘટના પોલીસ સ્ટેશનથી આશરે 100 મીટરના અંતરમાં બની હોવાની માહિતી છે.મકાનમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા.પરંતુ ચોરોએ CCTVના વાયર કાપી નાખ્યા હોવાનું પણ સામે આવ્યું છે.ભરૂચ શહેરમાં એક જ રાતરમાં બનેલી ચોરીની બંને ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.પોલીસે બંને બનાવોને લઈને તપાસ હાથધરી ચોરોને ઝડપી પાડવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!