ભરૂચ,
ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતી નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતી ઉજવવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા અને તેમણે કરેલ બલિદાન બદલ બંને મહાપુરુષોને યાદ કરવામાં આવ્યા હતા તે સાથે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વ્યાખ્યાનનું પણ આયોજન કરાયું હતું.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી બંને મહાપુરુષોની આજે જન્મ જ્યંતી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.આ બંને મહા પુરુષો આઝાદીની લડતમાં ખુબ જ મોટું યોગદાન આપેલું છે અને તેઓની પ્રેરણાથી દેશ વર્ષો જૂની અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો છે.સત્ય અને અહિંસા ના પૂજારી એવા મહાત્મા ગાંધીને આજે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના તમામ દેશો તેઓને યાદ કરી અને સન્માન કરશે.જેટલું માન દેશમાં મળે તેનાથી બમણું માન મહાત્મા ગાંધીને વિદેશોમાં મળે છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.આ કાર્યક્રમમાંમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,નગર સેવક ઝુબેર પટેલ સહિત હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




