પાનોલી GIDC ની હોસ્ટર લાઈફ સાયન્સ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગનો બનાવ

SHARE:

ભરૂચ,

અંકલેશ્વરની પાનોલી GIDC વિસ્તારમાં આવેલી હોસ્ટર લાઈફ સાયન્સ કંપનીમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી.આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.આગ વધુ ન ફેલાય તે માટે આશરે ચાર જેટલી ફાયર બ્રિગેડની મદદથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.સદ્દનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.જોકે, આગના કારણે કંપનીમાં કેટલું નુકસાન થયું છે તે અંગેની વિગતો હજુ સામે આવી નથી.ઈન્ડ્રસ્ટીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!