– સરદાર વલ્લભભાઈ પટેલ દેશના રાષ્ટ્રીય એકતાના શિલ્પકાર. સરદાર સાહેબની પ્રેરણા આપણા સૌને વિશ્વ ગુરુ બનવાની પ્રેરણા આપે છે : નીતિન ગડકરી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સ્ટેચ્યુ ઓફ યુનિટી,એકતા નગર ખાતે આયોજિત નેશનલ હાઇવે ઓથોરિટીની ચિંતન શિબિરમાં હાજરી આપવા પધારેલા કેન્દ્રીય સડક,પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સહિત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારત સરકારના સડક,પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીશઓ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
એકતા નગરમાં એકતાની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
મુલાકાત દરમ્યાન મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને સમર્પિત આ સ્મારક અંગે માહિતી મેળવી હતી.મુલાકાત દરમ્યાન તેઓએ નોંધપોથીમાં પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલ આપણા દેશની રાષ્ટ્રીય એકતાના શિલ્પકાર હતા,તેમની પ્રેરણા આપણા સૌને વિશ્વ ગુરુ બનવાની પ્રેરણા આપતી રહેશે.આ વેળાએ રાજ્ય સરકાર વતી ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.




