ભરૂચ,
નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના બનાવ અટકાવવા સેફટી ગ્રીલ લગાવ્યા બાદ તેની આવરદા વધે તેમજ ભરૂચનો ઈતિહાસ લોકો જાણે અને માણે તે હેતુસર બ્રિજની સેફટી ગ્રીલ પર પેન્ટિંગ કરી સેમ્પલ તૈયાર કરવામાં આવ્યું છે.
ભરૂચની મધ્ય માંથી પસાર થતી નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયું અને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ આ બ્રિજ જાણે આત્મહત્યા માટે એપી સેન્ટર બન્યો હોય તેમ રોજ બરોજ લોકો આત્મહત્યા કરતા બ્રિજ સ્યુસાઈટ પોઈન્ટ તરીકે સમગ્ર ગુજરાતમાં કુપ્રસિધ્ધ થયો હતો.જેના કારણે સામાજિક યુવા આગેવાન યોગી પટેલ દ્વારા સેફ્ટી ગ્રિલ લગાડવા માટે લડત ચલાવી હતી અને કલેક્ટર,માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કર્યા બાદ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી.જે રજૂઆત બાદ વહીવટી તંત્ર અને ધારાસભ્ય દ્વારા આત્મહત્યાના બનાવ અટકે તે માટેની ગંભીરતા લઈ કરોડોના ખર્ચે બ્રિજની બન્ને બાજુ સેફ્ટી ગ્રિલ લગાવવામાં આવી હતી જે સેફટી ગ્રીલની આવરદા વધે અને લોકોને ભરૂચનો ઈતિહાસ જાણવા અને માનવા મળે તે માટે તંત્ર દ્વારા બ્રિજના ઉત્તર છેડે સેફટી ગ્રીલ પર કલાકરો દ્વારા પેન્ટિંગ કરી સેમ્પલ તૈયાર કરવામાં આવ્યો છે.જે સેમ્પલને ચકાસણી કરી આગામી દિવસોમાં બજેટ નક્કી કરી સમગ્ર બ્રિજની બંને બાજુની સેફટી ગ્રીલ પર પેન્ટિંગ કરી ભરૂચનો ઈતિહાસ કંડારવામાં આવશે.




