નર્મદા-ભરૂચના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ગરમાવો

SHARE:

– મનસુખ વસાવાએ શંકરસિંહ વાઘેલાના મેલુ ઉપાડવાના નિવેદન પર કર્યા પ્રહાર

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા-ભરૂચના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ગરમાવો આવ્યો છે.મનસુખ વસાવાએ શંકરસિંહ વાઘેલાના મેલુ ઉપાડવાના નિવેદન પર કર્યા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાજકારણ માંથી ફેંકાઈ ગયા હોવાથી બાપુ આવા નિવેદનો કરે છે.જંગલ જમીન મુદ્દે ચર્ચાથી ઉકેલ લાવવાની મનસુખ વસાવાએ હિમાયત કરી હતી.

ભીલપ્રદેશની માંગ મુદ્દે મનસુખ વસાવાનો શંકરસિંહ વાઘેલાને સવાલ કર્યો હતો કે સરકારમાં હતા ત્યારે ભીલપ્રદેશની માંગ કેમ પૂર્ણ ન કરી?અનંત પટેલના તીર-કામઠા સાથે ગાંધીનગર જવાના નિવેદન પર મનસુખ ભાઈએ પ્રહાર કર્યો હતો.આંદોલન લોકશાહી ઢબે લડવું જોઈએ.વઘરાલી ક્વોરી મુદ્દે પણ ભાજપના નેતાઓ સામે મનસુખ વસાવા આક્રમક બન્યા હતા.ક્વોરીથી અસરગ્રસ્ત 62 લોકોને ન્યાય મળવો જોઈએ.નવા પ્રોજેક્ટમાં અસરગ્રસ્તોને યોગ્ય અને વધુ વળતર આપવાની માંગ કરી હતી.યોગ્ય વળતર નહીં મળે તો નવા પ્રોજેક્ટ સ્વીકારાશે નહીંએમ મનસુખભાઈએ જણાવ્યું હતું.

ભાજપનો નેતા ખોટું કરે તો પણ જાહેરમાં અવાજ ઉઠાવીશ એમ જણાવી ભીલપ્રદેશ મુદ્દે આદિવાસી નેતાઓને એક મંચ પર આવવા મનસુખએ અપીલ કરી હતી.કેવડિયા કે માનગઢ નહીં, પહેલા ભીલપ્રદેશ મુદ્દે એકમત થવાની જરૂર છે. એમ જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!