ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં આમોદ બાર એસોસિએશનનો અચોક્કસ મુદતની હડતાળનો નિર્ણય

SHARE:

– ૫ ઓક્ટોબરથી કોર્ટની કામગીરીથી અળગા રહેવાનો સર્વાનુમતે ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો

– પક્ષકારો અને વકીલોની ગેરહાજરીમાં એકતરફી કાર્યવાહી ન કરવા કોર્ટને વિનંતી કરી

ભરૂચ,

આમોદ બાર એસોસિએશન દ્વારા ગુજરાત ભાડા વિધેયક,૨૦૨૬ ના વિરોધમાં ૫ ઓક્ટોબર,૨૦૨૬ થી અચોક્કસ મુદત સુધી કોર્ટની કામગીરીથી અળગા રહેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરી સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.

આમોદ બાર એસોસિએશનના પ્રમુખ સુનીલભાઈ વાય.પટેલની આગેવાની હેઠળ સેક્રેટરી સંજય કે.પરમાર સાથે યુસુફ પટેલ, રફીક પટેલ, કમલેશ મકવાણા, વિકાસ પટેલ સઅદ પટેલ, ફૈઝલ પટેલ સહિતના વકીલોએ

ગુજરાત ભાડા વિધેયક, ૨૦૨૬ નો વિરોધ કર્યો હતો.નવા કાયદાને કારણે વકીલો તેમજ પ્રજાજનોનો તકલીફો પડતી હોવાની સંભાવના વ્યક્ત કરી કાયદામાં જરૂરી સુધારો કરવાની માંગ સાથે આમોદ બાર એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.આ ઉપરાંત

એસોસિએશન દ્વારા ઠરાવ કરી પક્ષકારો અથવા તેમના વકીલોની ગેરહાજરીમાં કોઈપણ કેસની એકતરફી કાર્યવાહી ન કરવા કોર્ટને વિનંતી કરી હતી.

એસોસિએશને રજૂઆતમાં વધુમાં નવા કાયદાના કારણે ઊભી થતી વ્યવસ્થાઓ અંગે પણ વાંધો વ્યક્ત કર્યો હતો.ગુજરાત ભાડા વિધેયક,૨૦૨૬ હેઠળ મહેસૂલ અધિકારીઓની દેખરેખ હેઠળ કેસ ચલાવવા માટે ત્રણ સ્તરીય વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આ વ્યવસ્થાને લઈને પણ વકીલ મંડળમાં અસંતોષ હોવાનું જાણવા મળ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!