– કોર્ટની બહાર બાર ના વકીલોએ રામધૂનની રમઝટ બોલાવી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત વિધાનસભામાં પસાર કરેલ નવા ગુજરાત ભાડા વિધેયક 2026 નો નર્મદા બાર એસોસિઅને વિરોધ કર્યો હતો આ વિધેયક સામે નર્મદા બાર એસોસિયેશન મેદાનમાં આવ્યું હતું.આ વિધેયક ગુજરાતના તમામ નાગરિકોના હક અને હીત વિરોધનું છે.ભાડા વિધેયકના વિરોધમાં નર્મદા બાર એસોસિયેશનના વકીલોની અચોક્કસ મુદતની હડતાલ હોવાનું બાર પ્રમુખ વંદના ભટ્ટ અને સેક્રેટરી આદિલખાન પઠાણે જણાવ્યું હતું.
આ પ્રસંગે કોર્ટની બહાર બાર ના વકીલોએ રામધૂનની રમઝટ બોલાવી હતી. અને તમામ વકીલો કોર્ટની કાર્યવાહીથી અળગા રહ્યા હતા અને અચોક્કસ મુદતની હડતાલથી કાયદાકીય કામકાજ અને કોર્ટની કાર્યવાહીમાં વિક્ષેપ પડ્યો હતો.
વકીલોના જણાવ્યા અનુસાર આ મુદ્દે મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને રજૂઆત કરશે અને વિધેયક પાછું ખેંચવાની માંગ કરી હતી.ગુજરાત સરકાર દ્વારા ભાડા અંગેનો અધિનિયમ 2026 નો જે નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે એનો અમારો વિરોધ છે.હાલ કોર્ટ અસ્તિત્વમાં છે,કોર્ટની અંદર ભાડા અંગેના કેસો ચાલે છે.ત્યારે નવા કાયદાથી લોકોને ઘણી મુશ્કેલી પડશે સત્તા રેવન્યુ ડિપાર્ટમેન્ટને આપી છે તેની સામે અમારો વિરોધ છે.વકીલોની વકીલાત પર પણ એની અસર પડે એમ છે એમ જણાવી નર્મદા બારના વકીલો રામધૂન કાર્યક્રમમાં જોડાયા હતા.




