ભરૂચ,
અંકલેશ્વર GIDCમાં ઉદ્યોગ સ્થાપવા ઈચ્છતા ઉદ્યોગકારો માટે સારા સમાચાર છે. બાકી રહેલા ઉદ્યોગકારોને પ્લોટ ફાળવણીનો માર્ગ મોકળો બન્યો છે.ઉદ્યોગ મંડળની રજૂઆત બાદ GIDC નિગમે પેન્ડિંગ અરજીઓનો ધારાધોરણ મુજબ નિકાલ કરવાની ખાતરી આપી છે.
ગત ઓગસ્ટમાં થયેલા પ્લોટ એલોટમેન્ટમાં કેટલાક સ્થાનિક ઉદ્યોગકારોને પ્લોટ મળ્યા ન હતા.અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ આ અંગે GIDC નિગમમાં રજૂઆત કરી હતી. હવે જરૂરી ધારાધોરણો પૂરા કરનારા અને પાત્રતા ધરાવતા ઉદ્યોગકારોને પ્લોટ ફાળવવામાં આવશે.GIDC નિગમ પેન્ડિંગ અરજીઓની ચકાસણી કરશે અને નિયમો મુજબ કાર્યવાહી કર્યા બાદ પ્લોટ આપશે.આ નિર્ણયથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉદ્યોગકારોમાં આશા જાગી છે.હાલની અરજીઓનો નિકાલ થયા બાદ નવા પ્લોટ માટે ઓનલાઈન અરજીઓ પણ સ્વીકારવામાં આવશે.




